Coronavirus: જીવલેણ વાઈરસગ્રસ્ત વુહાનમાં 250 ભારતીયો ફસાયા છે, 'આ' કારણસર ભારત નથી આવી શકતા
સમગ્ર ચીન (China) માં આગની જેમ ફેલાઈ રહેલા વુહાન ( Wuhan) કોરોના વાઈરસ (Coronavirus) ઈન્ફેક્શન વચ્ચે તમામ દેશો પોતાના નાગરિકોને ચીનમાંથી બહાર કાઢવામાં લાગી ગયા છે.
Trending Photos
નવી દિલ્હી: સમગ્ર ચીન (China) માં આગની જેમ ફેલાઈ રહેલા વુહાન ( Wuhan) કોરોના વાઈરસ (Coronavirus) ઈન્ફેક્શન વચ્ચે તમામ દેશો પોતાના નાગરિકોને ચીનમાંથી બહાર કાઢવામાં લાગી ગયા છે. અમેરિકા અને જાપાન પોતાના નાગરિકોને વુહાનમાંથી બહાર કાઢવામાં સફળ રહ્યાં છે. પરંતુ છેલ્લા બે દિવસથી લગભગ 250 ભારતીયો વુહાનમાં ફસાયેલા છે. તેઓની હજુ સુધી ત્યાંથી ખસેડવામાં સફળતા મળી નથી.
ચીની સરકાર વિશેષ વિમાનને ઉતરવાની નથી આપી રહી મંજૂરી
વિદેશ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે ભારત સરકાર છેલ્લા બે દિવસથી ભારતીયોને વુહાન શહેરમાંથી બહાર કાઢવાની કોશિશમાં લાગી છે. 250 ભારતીયોને શહેરમાંથી કાઢવા માટે એર ઈન્ડિયાનું વિશેષ વિમાન છેલ્લા બે દિવસથી દિલ્હી એરપોર્ટ પર તૈયાર ઊભું છે. પરંતુ ચીની સરકારની મંજૂરી ન મળવાના કારણે મામલો અટક્યો છે. અધિકારીઓનું કહેવું છે કે જેવી ચીન સરકારની મંજૂરી મળશે કે તમામ ફસાયેલા ભારતીયોને બહાર કાઢવામાં આવશે. આબાજુ ભારતમાં ચીની રાજદૂતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ની એડવાઈઝરીનો ઉલ્લેખ કરતા કહ્યું કે હાલ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ આ ચેપના કારણે દેશ છોડવાની સલાહ આપી નથી. WHOએ તમામ દેશોને આવી પરિસ્થિતિમાં શાંત રહેવાનું કહ્યું છે.
જુઓ LIVE TV
જાપાન અને અમેરિકા પોતાના નાગરિકોને કાઢવામાં સફળ
મળતી માહિતી મુજબ જાપાન અને અમેરિકાની સરકારોએ વહાનમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢી લીધા છે. અત્યાર સુધી જાપાને એર લિફ્ટ કરીને 200થી વધુ જાપાની નાગરિકોને બહાર કાઢ્યા છે. અમેરિકાએ પણ એક વિશેષ વિમાન દ્વારા પોતાના 250 નાગરિકોને ચેપગ્રસ્ત શહેર વુહાનમાંથી બહાર કાઢ્યા છે. ચીની સરકારે વુહાન શહેરમાંથી ચેપ બહાર ફેલાતો અટકાવવા માટે નાકાબંધી કરી દીધી છે. તમામ રસ્તા બંધ કરી દીધા છે. આવામાં એકલા વુહાન શહેરમાં જ લગભગ 5 કરોડ વિદેશી ફસાયેલા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે